મુખ્ય સમાચાર
News of Thursday, 16th December 2021

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો વધતો કહેર:નવા 4 કેસ : રાજ્યમાં કુલ કેસની સંખ્યા 32 થઇ

મહારાષ્ટ્રમાં 925 નવા કોરોના કેસ નોંધાયા જેમાંથી ચાર દર્દીઓમાં ઓમિક્રોન ઈન્ફેક્શનની પૃષ્ટિ થઇ

મુંબઈ : મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના ચાર નવા કેસ નોંધાયા હતા હવે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 32 થઈ છે.રાજ્યમાં ખુબ ઝડપથી ઓમિક્રોન ફેલાઇ રહ્યો છે નવા પ્રાકનો આ વેરિઅનેટ ઝડપથી ફેલાય છે એવી પુષ્ટી WHO એ કરી છે. કોરોનાની બીજી લહેરમાં પણ સૈાથી વધારે કોરોનાથી પ્રભાવિત  મહારાષ્ટ્ર રાજ્ય હતું.વિશ્વભરમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સનો ખતરો વધી રહ્યો છે.

કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં 925 નવા કોરોના કેસ નોંધાયા હતા. જેમાંથી ચાર દર્દીઓમાં ઓમિક્રોન ઈન્ફેક્શનની પુષ્ટિ થઈ છે. બુધવારે રાજ્યમાં 10 કોરોના દર્દીઓના મોત થયા છે. આ રીતે, રાજ્યમાં હાલમાં 6,467 સક્રિય કેસ છે.

રાજ્યમાં 4 નવા ઓમિક્રોન કેસ સાથે, સંક્રમિતોની કુલ સંખ્યા 32 થઈ ગઈ છે.ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં ઓમિક્રોનના ડરની સાથે ચેપ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બુધવારે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ જણાવ્યું હતું કે પ્રારંભિક પુરાવા સૂચવે છે કે COVID-19 માટેની રસીઓ ઓમિક્રોન વેરિઅન્ટ સામે ઓછી અસરકારક હોઈ શકે છે. રસીના બંને ડોઝ હોવા છતાં, વ્યક્તિમાં કોરોના ચેપનું જોખમ વધારે છે.

(12:00 am IST)