મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

પેનને લઇને થયેલ ઝગડામાં ૧૦ વર્ષની વિદ્યાર્થીનીએ જયપુરમાં કરી પોતાની કલાસમેટની હત્‍યા

            જયપુર ( રાજસ્‍થાન)માં ૧૦ વર્ષીય વિદ્યાર્થીએ પોતાની કલાસમેટની હત્‍યાના આરોપમાં બાલસુધાર ગૃહમાં મોકલી આપેલ છે. જયારે શબને ફેંકી પુરાવો નાશ કરવાના આરોપમાં તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે.

પીડિતા પોતાની પેન લેવા વિદ્યાર્થીનીના ઘરે ગઇ હતી જયાં ઝગડો થયા પછી વિદ્યાર્થીનીએ લોખંડનો સળિયો મારી અને તેનું મોત નિપજાવ્‍યુ. આરોપી વિદ્યાર્થીનીના માતા-પિતાએ શબને મેદાનમા ફેંકયું હતુ.

(10:24 pm IST)