મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

''૨૦૧૯ ફલોરિડા હાઇવે ટ્રુપર ઓફ ધ ઇયર'' : યુ.એસ.માં ફલોરિડા આવતા પ્રવાસીઓ તથા નાગરિકોની સુરક્ષા માટે શ્રેષ્ઠ કામગીરી બજાવનાર ઇન્ડિયન અમેરિકન શ્રી મિથિલ પટેલને એવોર્ડ

ફલોરિડાઃ ઇન્ડિયન અમેરિકન શ્રી મિથિલ પટેલને ''૨૦૧૯ ફલોરિડા હાઇવે પેટ્રોલ ટ્રુપર ઓફ ધ ઇયર'' બિરૃદથી નવાજવામાં આવ્યા છે.

ફલોરિડા ગવર્નર તથા સ્ટેટ કેબિનેટ દ્વારા મંજુર કરાયેલા ઠરાવમાં ફલોરિડા હાઇવે ઉપર સલામતિ માટે હિંમત સાથે સેવા આપવા બદલ શ્રી મિથિલ પટેલને એવોર્ડ આપી સન્માનિત કરવા.

ફલોરિડાના નાગરિકો તથા પ્રવાસીઓની સુરક્ષા તથા કલ્યાણ માટે મહત્વનું યોગદાન આપવા બદલ શ્રી પટેલને બિરદાવાયા હતાં. જે બદલ તેમણે આભાર વ્યકત કર્યો હતો.

(7:24 pm IST)