મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

નવેમ્બરમાં વધ્યો જથ્થાબંધ ફુગાવાનો આંક

ખાવાપીવાની ચીજવસ્તુઓ મોંઘી થવાથી : ૦.૧૬ ટકાથી વધી ૦.૫૮ ટકા થયો

નવી દિલ્હી,તા.૧૬: જથ્થાબંધ કિંમત સુચકાંક આધારિત મોંઘવારીના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સરકારી આંકડાના જણાવ્યા મુજબ જથ્થાબંધ મૂલ્ય પર આધારિત મોંઘવારી નવેમ્બર ૨૦૧૯માં ૦.૫૮ ટકા પર આવી ગઇ છે. છેલ્લા મહીને આકટોબરમાં તે ૦.૧૬ ટકા હતો. સપ્ટેમ્બરમાં તે ૦.૩૩ ટકા અને ઓગસ્ટમાં ૧.૧૭ ટકા હતો. એટલે કે છેલ્લા ત્રણ મહીનામાં પ્રથમ વાર તેમાં વધારો થયો છે. વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમવાર તેમાં વધારો થયો છે. વર્ષના આધારે સરખામણી કરીએ તો ગયા વર્ષે નવેમ્બર ૨૦૧૮માં જથ્થાબંધ મોંઘવારી દર ૪.૪૭ ટકા હતો.

આ દરમ્યાન પ્રાઇમરી આર્ટિકલ્સની મોંઘવારી ૭.૬૮ ટકા પર આવી ગઇ છે. જે ગયા મહિને ૬.૪ ટકા હતો. બીજી બાજુ મેન્યુફેકચરિંગ ઉત્પાદોની વાત કરીએ તો તેની જથ્થાબંધ મોંઘવારી દરમાં ફેરફાર થયો નથી. છેલ્લા મહિનાની જેમ તે -૦.૮૪ના સ્તર પર જ છે.

નવેમ્બરમાં અખાદ્ય વસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર ૧૧ ટકા રહ્યો. ઓકટોબરમાં તે ૯.૮૦ ટકા હતો. બીજી બાજુ ગેર-ખાદ્ય વસ્તુઓની મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. તે ઓકટોબરમાં ૨.૩૫ ટકાની સરખામણીએ નવેમ્બરમાં ૧.૯૩ ટકા રહ્યો છે. તે આધારે ઓદ્યોગિક ઉત્પાદન ઘટવાના પણ અહેવાલો આવ્યા હતા. ખાણી પીણીની વસ્તુઓના ભાવ વધવાથી નવેમ્બર મહીનામાં છુટક મોંઘવારીનો દર વધીને ૫.૫૪ ટકા પહોંચી ગયો તે તેનો ત્રણ વર્ષનો ઉચ્ચતમ સ્તર છે. ઉપભોકતા મૂલ્ય સુચકાંક આધારિત મોંઘવારી આ વર્ષે ઓકટોબરમાં ૪.૬૨ ટકા અને નવેમ્બર ૨૦૧૮માં ૨.૨૩ ટકા રહ્યા હતા.

બીજી બાજુ ઓકટોબર ઓદ્યોગિક ઉત્પાદન ૩૮ ટકા રહ્યુ જયારે એક વર્ષ પહેલા આજ મહીને ઔદ્યોગિક  ઉત્પાદન ૮.૪ ટકા વધ્યું હતું. ઔદ્યોગિક ઉત્પાદન સુચકાંમાં રૂપમા મપાય છે.

આંકડાના જણાવ્યા મુજબ વિજળી ઉત્પાદન ઓકટોબર ૨૦૧૯માં તીવ્ર ૧૨.૨ ટકાનો ઘટાડો આવ્યો જ્યારે ગયા વર્ષે આ મહીને તેમાં ૧૦.૮ ટકાનો વધારો થયો હતો. ખનન ઉત્પાદન પણ આલોચ્ય મહીનામાં ૮ ટકા ઘટયો ગયા નાણાંકીય વર્ષના આ મહીનામાં તેમાં ૭.૩ ટકાનો ઘટાડો થયો હતો.

(3:53 pm IST)