મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

ભોજપુરી ફિલ્મ એવોર્ડ ૨૦૧૯ ગુજરાતના કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજપૂતના હસ્તે અભિનેતાઓને ઇનામ વિતરણ કરાયા

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ ભોજપુરી ફિલ્મનો વ્યાપ વધારવા માટે ગુજરાતમાં ફિલ્મ બનાવવા આમંત્રણ પાઠવ્યું.

મુંબઈ : ભોજપુરી ફિલ્મ એવોર્ડ કાર્યક્રમ મુંબઈના મલાડમાં આવેલ અથર્વ કોલેજ ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો જેમાં ભોજપુરી ફિલ્મ ક્ષેત્રે ઉજ્જવળ કાર્ય કરનારને આ ભોજપુરી ફિલ્મ એવોર્ડ આપવામાં આવેલ હતા.

    આ કાર્યક્રમની શરૂઆત ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને મહામંડલેશ્વર સ્વામી ઉમા કાન્તાનંદજી મહારાજના હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી તેમજ આ કાર્યક્રમ ગુજરાતના કેબિનેટ મીનીસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રમુખ સ્થાને યોજાયો હતો.

   ભોજપુરી સિનેમા અને પ્રોડક્શન ફિલ્મ શરૂઆત 1962 માં કરવામાં આવી હતી. "ગંગામૈયા થી પિયર ચેડિબુ" એ પહેલી ભોજપુરી ફિલ્મ છે. ભોજપુરી ફિલ્મ બનાવ્યાના ૪૬ વર્ષ બાદ ૨૦૦૫માં વિનોદ ગુપ્તાજીએ ભોજપુરી ફિલ્મ એવોર્ડની શરૂઆત કરી હતી. દિલીપ કુમાર અને સાયરા બાનુજીએ દીપ પ્રગટાવી આ એવોર્ડને તેઓના આશીર્વાદ આપ્યા અને આ ક્ષેત્રે પોતાનું મોટું પ્રદાન રહ્યું  છે. પહેલી ભોજપુરી ફિલ્મની નાયિકા કુમકુમજી પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા

   અભિનેતા ગોવિંદજી બીજા વર્ષે ભોજપુરી ફિલ્મ એવોર્ડ આપવાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા વિનોદ ગુપ્તાજીના નેતૃત્વમાં  ભોજપુરી સિનેમાઓએ ભોજપુરી ફિલ્મ એવોર્ડ્સ દ્વારા સારી પ્રગતી કરાઈ હતી. ભોજપુરીને સમર્પિત ટેલિવિઝન ચેનલો પણ મોખરે બની હતી. ચેનલોમાં ભોજપુરી ફિલ્મ એવોર્ડ્સ અને મનોરંજન શરૂ કર્યું. સેટેલાઇટ ચેનલ પણ ચાલુ કરાઈ હતી  તેમજ તેવા માધ્યમથી જેના દ્વારા ભોજપુરી સંસ્કૃતિ ચોમેર વિસ્તરતી કરી શકાઈ છે.

   ભોજપુરી ફિલ્મો, યુપી બિહાર અને પંજાબ, મુંબઇમાં અને   ગુજરાતમાં પણ જોવાય છે. ગુજરાતમાં પોલીસ અને પ્રસાશનની મદદથી ઘણીબધી ભોજપુરી ફિલ્મો બની છે અને સ્થાનિક લોકો માટે રોજગારનું સાધન બન્યું છે.

  વર્ષમાં બનેલ ફિલ્મમાં મોટો સુધારો આવેલ છે તેમજ ભોજપુરી ફિલ્મ એ ભોજપુરી સિનેમાની દિશા જ નહી દશા પણ હવે બદલી ગઈ છે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ભોજપુરી ફિલ્મમાં મદદ કરવામાં આવેલ છે તેમાં ભોજપુરી ફિલ્મને આર્થિક મદદરૂપ બનવાની ઘોષણા લખનૌ ખાતે પત્રકાર પરિષદમાં ભોજપુરી ફિલ્મ એવોર્ડમા જાહેરાત કરેલ છે  છેલ્લા 14 વર્ષોથી, ભોજપુરી ફિલ્મ એવોર્ડ ફિલ્મી સિતારો કા મહાકુંભનું રૂપ લીધું છે. વર્ષમાં એક વખત ભોજપુરી સિનેમાના અભિનેતાઓ અને ટેકનિશયનો પરિવારની ભવાનાઓ સાથે જોડાયેલ છે તેમજ ભોજપુરી ફિલ્મ એવોર્ડ્સ ૧૫માં વર્ષે યોજાયેલ હતો.

    આ ફિલ્મ એવોર્ડમાં ઉપસ્થિત ગુજરાત કેબિનેટ મીનીસ્ટર કુંવરજીભાઈ બાવળિયા, મહામંડલેશ્વર સ્વામી ઉમા કાન્તાનંદજી મહારાજ, પદ્મભૂષણ ઉદિત નારાયણ, ગુજરાત કોંગ્રેસ આગેવાન મહેશભાઈ રાજપૂત, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઇન્ટુક ચેરમેન પપ્પુજી, ઉદ્યોગપતિ દીપક ઠાકુર(મસ્કત-ઓમાન), મંત્રી સુરેન્દ્ર પાલ, ચેરમેન વિનોદ ગુપ્તા, ડાયરેક્ટર રાજકુમાર પાંડે, અભિનેતા અવધેશ મિશ્રા, અલીખાન, દિનેશ યાદવ, આમ્રપાલી પાંડે, શૈલેન્દ્ર શ્રીવાસ્તવ, ઉદ્યોગપતિ અજય ગુપ્તા (લખનૌ) સહિતના પ્રતિષ્ઠિત લોકો હાજર રહ્યા હતા.

(8:40 pm IST)