મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

કર્ણાટકમાં પાંચ-પાંચ ઉપમુખ્યમંત્રી બનાવવાની શકયતા:કેબિનેટ વિસ્તારની ટૂંકસમયમાં જાહેરાત

કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર નેતાઓના કારણે ભાજપ 12 સીટ મેળવતા હવે વિસ્તરણની તૈયારી

બેંગ્લુરુ : કર્ણાટકમાં પેટાચૂંટણીના પરિણામ બાદ ભાજપ પોતાની રણનીતિ બદલી શકે છે. જેમાં કર્ણાટકમાં વધુ બે નાયબ મુખ્યમંત્રી બની શકે છે. એટલે કે આગામી સમયમાં કર્ણાટકમાં 5 - 5 ડે ,સીએમ જોવા મળી શકે છે.

  મળતી માહિતી મુજબ યેદિયુરપ્પા ટુંક સમયમાં જ પોતાના કેબિનેટનો વિસ્તાર કરવાના છે. કેબિનેટમાં પહેલાથી જ ત્રણ મુખ્યમંત્રી ગોવિંદ કાર્જોલ, સીએન અશ્વથનારાયણ અને લક્ષ્‍મણ સાવાદી છે. 9 ડિસેમ્બરે પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર નેતાઓના કારણે ભાજપ 12 સીટ જીતવામાં સફળ રહી હતી. જેમાંથી મોટાભાગના જીતેલા ઉમેદવારને મંત્રી બનાવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

   કર્ણાટકમાં બે નવા ઉપમુખ્યમંત્રી બની શકે છે. માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા તેમના કેબિનેટનો વિસ્તાર કરવાના છે. 20 ડિસેમ્બર પછી તેની જાહેરાત થઈ શકે છે. કેબિનેટમાં પહેલાથી જ 3 ઉપમુખ્યમંત્રી તરીકે ગોવિંદ કાર્જોલ, સીએન અશ્વથનારાયણ અને લક્ષ્‍મણ સાવાદી છે.

(2:14 pm IST)