મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

જામિયા પ્રદર્શન વિવાદ : વાઇસ ચાન્સલરે કહ્યું પોલીસ સામે ફરિયાદ કરીશું

યુનિવર્સિટી પોલીસના કૅમ્પસમાં પ્રવેશ મામલે એફઆઈઆર નોંધાવશે.

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા સામે ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોની આગ રાજધાની દિલ્હી સુધી પહોંચી હતી. રવિવારે જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોએ વિરોધપ્રદર્શન કર્યું જે દરમિયાન હિંસા ફાટી નીકળી અને પોલીસ તથા વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણ પણ થયું.હતું 

જામિયાનાં વાઇસ ચાન્સેલર નજમા અખ્તરે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે યુનિવર્સિટી પોલીસના કૅમ્પસમાં પ્રવેશ મામલે એફઆઈઆર નોંધાવશે.

જામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ઘટેલી હિંસાની ઘટનાઓ મામલાને સુપ્રીમ કોર્ટ સાંભળશે.

રવિવારે બપોરે નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં જામિયા મિલિયા ઇસ્લામિયા ખાતે પ્રદર્શનો શરૂ થયાં હતાં અને વિદ્યાર્થીઓ દ્વારા કૂચ કાઢવામાં આવી હતી.

આ દરમિયાન જામિયા મિલિયા ઇસ્લામિયાથી બે કિલોમિટર દૂર ડીટીસીની બસોને આગ લગાડવામાં આવી હતી.

કથિત રીતે આ તોડફોડ પ્રદર્શનકારીઓ દ્વારા કરાઈ હતી, જોકે જામિયાના વિદ્યાર્થીઓનું કહેવું છે કે હિંસા આચરવાનું કામ અસામાજિક તત્ત્વો દ્વારા કરાયું છે અને વિદ્યાર્થીઓનો આમાં કોઈ હાથ નથી.

(2:06 pm IST)