મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

મોદીના ડ્રિમ પ્રોજેક્ટને વધુ એક ઝટકો: બુલેટ ટ્રેન જમીન સંપાદન વિવાદ હવે સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો

અરજદારે કહ્યું ગુજરાતના 192 ગામના 2 હજાર 500 ખેડૂતોએ જમીન સંપાદનનો સ્વીકાર કર્યો નથી

નવી દિલ્હી : પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. બુલેટ ટ્રેન જમીન સંપાદન વિવાદ મામલે અરજદારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી છે.

  અરજદારનું કહેવુ છે કે, ગુજરાતના 192 ગામના 2 હજાર 500 ખેડૂતોએ જમીન સંપાદનનો સ્વીકાર કર્યો નથી. આ તમામ ખેડૂતો રાજય અને કેન્દ્ર સરકાર સામે લડત આપી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સરકાર તરફેણમાં ચુકાદો આપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં ખેડૂતો દ્વારા 50 સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે

(2:03 pm IST)