મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

ડુંગળી બાદ હવે બટેટાના ભાવમાં વધારો

છુટક ભાવ ૪૦ થી ૫૦ રૂપિયા કિલોઃ ૧૦ દિવસમાં ૩ ગણા ભાવ વધ્યાં

નવી દિલ્હી,તા.૧૬:ડુંગળી બાદ હવેઙ્ગ સામાન્ય માણસને ખિસ્સા પર ભારે બોજ પડી રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસોમાં તેના રિટેલ ભાવ ૧૦૦ ટકાથી વધી વધી ગયા છે અને તે ૪૦-૫૦ રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરની સરખામણીએ કિંમતો બેઙ્ગ ગણી વધી રહી છે. જો કે બટેટા કારોબારી તેને અસ્થાયી ટ્રેન્ડ ગણાવી રહ્યા છે. કિંમતો થોડાક દિવસોમાં સામાન્ય થવાની આશા કરવામાં આવી રહી છે.

દિલ્હીના રિટેલ બજારોમાં શનિવારે બટેટાની કિંમત ૪૦ રૂપિયા કિલો હતી. જે તેના પછીના દિવસે ૫૦ રૂપિયા સુધીમાં વેચાય રહ્યું છે. ગયા સપ્તાહે તે ૨૦ થી ૨૫ રૂપિયાની રેન્જમાં હતા.આઝાદપુ મંદીમાં વધુ માં વધુ થોક કિંમત ૨૧ રૂપિયા હતી. જે ડિસેમ્બર ૨૦૧૮માં ૬-૧૦ રૂપિયા કિલો હતી. બટેટા કારોબારીઓનું કહેવુંય છે કે પંજાબથી નવા બટેટાની આવકમાં દ્યટાડો અને વરસાદના કારણે નવા વિસ્તારોમાં નિકાસી પ્રભાવિત થવાથી ભાવ વધી રહ્યા છે.  કેન્દ્રીય આકડાના જણાવ્યા મુજબ, આ વર્ષે બટેટાનો જથ્થો ગયા વર્ષની સરખામણીએ ૩.૪ ટકાથી વધું છે. આઝાદપુર મંડીમાં બટેટા કારોબારી ટીસી શર્મા એ કહ્યું કે પંજાબ, મળવા અને અનેક વિસ્તારોમાં બીજાઈ દરમ્યાન વરસાદથી પાકને નુકશાન થઇ રહ્યું છે. એવાંમા આવક પ્રભવિત થવાની સંભાવના છે.

(12:58 pm IST)