મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

મારી દૃષ્ટિએ ઓશો જીનિયસ છે

ઓશોનું નામ સાંભળતા જ મારા મનમાં એક મહાન ચેતનાનો વિચાર આવે છે. એક એવા વ્યકિતની છબી સામે આવે છે, જેની પાસે શબ્દોનો જાદુ હતો, એવું લાગતું હતું કે ઓશો પાસે શબ્દોનું ખાસ વરદાન છે. જેની વાણી અને વ્યકિતત્વમાં ગજબનું આકર્ષણ હતું. તેમનો અંદાજ ઉગ્ર હતો.

ઓશો આસ્તિક, નાસ્તિક, ધાર્મિક, તાકિર્ક, બધા માટે હતા. તેઓ વ્યવહારિક અને વૈજ્ઞાનિક બધા વ્યકિતને પસંદ હતા. તેમના વ્યકિતત્વને ફક્કડ મસીહા શબ્દ યોગ્ય રીતે વર્ણવે છે. ઓશો બંધનોથી મુકત થવાની સલાહ આપતા હતા. મારી દૃષ્ટિએ ઓશો જીનીયસ છે. મને લાગે છે કે ઓશો દુનિયામાં સમયથી વહેલા આવી ગયા હતા. તેમના વિચારો પોતાના સમયથી ઘણા આગળ અને આધુનિક હતા. એટલે જ ઓશો આજે વધારે સરળતાથી સ્વીકાર્ય છે.

ઓશોએ જીવનને એક ઉત્સવ તરીકે જોવાની વાત કરી છે. તેમનું માનવું હતું કે જીવન એક ઉત્સવ છે અને તેને ઉત્સવની જેમ જીવો. ઓશોની એક મોટી ખૂબી એ હતી કે તેમણે કયારેય એ વાતની ચિંતા નહોતી કરી કે મારા શિષ્યોની સંખ્યા કેટલી છે.

નગમા સહર (સીનીયર એડીટર - એન્કર, એડીટીવી)

(11:44 am IST)