મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

મુંબઇમાં પણ છાત્રોના દેખાવો

જામીયા હિંસા અંગે દિલ્હી પોલીસ સામે રાષ્ટ્રીય માનવાધિકાર સમક્ષ ફરીયાદ

નવી દિલ્હી, તા., ૧૬: દિલ્હીમાં જામીયા કેમ્પસમાં હોબાટના પર છાત્રોનો મીડનાઇટ પ્રોટેસ્ટ સમાપ્ત થઇ ગયો. મોડી રાત્રે પ૦ છાત્રોની મુકિત બાદ પોલીસ હેડ કવાર્ટર પર દેખાવો  સમેટી લેવાયા હતા અને બધા છાત્ર ધીમે ધીમે ચાલ્યા ગયા હતા. જામીયા કેમ્પસમાં હિંસાના મામલે ટેન્શન છે. કોંગ્રેસે અડધી રાત્રે પત્રકાર પરીષદ યોજી છાત્રોની ધોલાઇની ટીકા કરી હતી.

દરમ્યાન પોલીસે જે કાર્યવાહી કરી તે સામે રાષ્ટ્રીય માનવાધિકાર પંચમાં ફરીયાદ કરાઇ છે. આ ફરીયાદ પોલીસ વિરૂધ્ધ થઇ છે.

દરમ્યાન મુંબઇના ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સના છાત્રો પણ આજે સીએએ વિરૂધ્ધ દેખાવો કરી રહયા છે. નોર્થ ઇસ્ટ આન દિલ્હીમાં જે રીતે દેખાવો થયા તે પછી દેશભરની યુનિ. ના છાત્રો દેખાવો કરી રહયા છે.

હૈદ્રાબાદની મૌલાના આઝાદ નેશનલ યુનિ. ના છાત્રોએ પરીક્ષા બહિષ્કારનું એલાન કર્યુ છે. જામીયા-એએમયુમાં છાત્રો પરના લાઠીચાર્જને લઇને દેશભરમાં છાત્રો તરફથી સમર્થન મળી રહયું છે.

(11:39 am IST)