મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

મોદીરાજમાં દુધમાં લીટરે રૂ.૮ વધી ગયા

ડુંગળી, અનાજ, કઠોળ, ખાંડ પછી દુધના ભાવ વધતા કેન્દ્ર ચિંતિત

નવી દિલ્હી,તા.૧૬રૂ દેશમાં ડુંગળીની કિંમતોમા વધારા પછી હવે દુધના વધેલાભાવએ લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો આપ્યો છે. શનિવારે અમુલ અને મધુર ડેરીએ પોતાના વિભીન્ન પેકેટોના  ભાવો બે થી ત્રણ રૂપિયા વધારી દીધા છે. અમુલ દુધની વેચાણ કરતી ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેકરેશન અને મધર ડેરીનું વેચાણ કરનાર નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં બીજી વાર ભાવ વધારો કરાયો છે. આ મોઘવારીમાં ડુંગળીના ભાવ વધારા પછી હવે દુધના ભાવ વધારાએ કેન્દ્ર સરકારનો માથાનો દુખાવો વધારી દીધો છે.૨૦૧૦થી અત્યાર સુધીમાં ફુલ ક્રીમ દુધની કિંમતોમાં ૧૮ રૂપિયા અને ટોન્ડ દુધની કિંમતમાં ૧૪ રૂપિયા લીટરે વધી ગયા છે. મોદી સરકારના શાસનકાળમાં દુધના ભાવ ૮ રૂપિયા વધ્યા છે.

૨૦૧૦માં ફુલ ક્રીમ દુધની કિંમત ૩૦ રૂપિયા હતી જે આ વર્ષે ૧૫ ડીસેમ્બરે વધીને ૫૬ રૂપિયા પ્રતિલીટર ઉપર પહોંચી ગઇ છે. જ્યારે ટોન્ડ મિલ્ક ૨૪ રૂપિયાથી વધીને ૪૬ રૂપિયા પ્રતિલીટર થઇ ગયું છે. આ વર્ષે નવેમ્બરમાં ઉપભોકતા ખાદ્ય મુદ્રાસ્ફિતી ૧૦.૦૧ ટકાએ પહોંચી ગઇ છે. ડીસેમ્બર ૨૦૧૩ પછી પહેલી વાર એવું બન્યું છે કે ખાદ્ય મુદ્રાસ્ફિતી બે આંકડામાં પહોંચી હોય. આની અસર દુધની કિંમતોમાં પણ જોવા મળી રહી છે. ૨૦૧૮-૧૯ની સરખામણીમાં આ વર્ષે કોઓપરેટીવ અને ખાનગી ડેરીઓની દુધની ખરીદીમાં પણ ૪ થી ૫ ટકાનો ઘટાડો થયો છે. કદાચ પહેલી વાર જીસીએમએફ યુનિયનની દુધ ખરીદીમાં ૫-૬ ટકાનો ઘટાડો થયો છે.

આ દરમ્યાન સ્કિમ્ડ મિલ્ક પાઉડરની કિંમતોમાં પણ છેલ્લા એક વર્ષમાં બમણો વધારો થયો છે. તે હવે ૩૦૦ પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચ્યો છે. દુધની સપ્લાયમાં ઘટનું કારણ મોસમની સાથેસાથે કેટલીક માળખાગત સમસ્યાઓ પણ છે. અવાર નવાર થઇ રહેલા વરસાદના લીધે પશુઓને ચરવાના મેદાનોમાં પાણી ભરાયેલુ રહયું આના લીધે ચારાની અછત થઇ હતી. બીજી બાજુ શિયાળાના કારણે માંગમાં પણ વધારો જોવા મળ્યો.

(10:55 am IST)