મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

લિબિયામાં નવ લાખથી વધારે લોકો નરકનું જીવન જીવી રહ્યા છેઃયુનો

લાંબા સમયના સંઘર્ષથી તેમની પ્રાથમિક જરૂરિયાતો પણ ખોરવાઇ ચૂકી છેઃ આવા લોકોમાં સૌથી વધારે મહિલા અને બાળકો સામેલ

ન્યૂયોર્ક, તા.૧૬: સંયુકત રાષ્ટ્ર મુજબ લિબિયામાં આશરે નવ લાખથી વધારે લોકોને વર્ષ ૨૦૨૦માં માનવીય સહાયતાની જરુરત છે. આ ખુલાસો સંયુકત રાષ્ટ્રના ઓફિસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યુમનટેરિયન અફેર્સ (OCHA)ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

OCHAએ શુક્રવારે જણાવ્યું કે, લિબિયામાં લગભગ ૮૯૭૦૦૦ લાખ લોકોને માનવીય મદદની જરુરિયાત છે. આ તમામ લોકો સૌથી વધારે નબળા લોકો છે જેમને ગંભીર રીતે મદદની જરુર છે.  OCHA મુજબ આ એવા લોકો છે જે આંતરિક રીતે વિસ્થાપિત છે, દેશમાં પરત ફરનારા, બિન-વિસ્થાપિત પરંતુ સંદ્યર્ષથી પ્રભાવિત લોકો અને શરણાર્થી તથા પ્રવાસીઓ છે.

OCHAએ જણાવ્યું કે આંતરિક રીતે વિસ્થાપિત અને પરત ફરનારા આવા હજારો લોકો માટે સ્વચ્છ પેયજળ, ચિકિત્સા સેવા અને સુરક્ષિત આવાસ જેવી પ્રાથમિક જરુરિયાતો દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે ખોરવાઇ ગઇ છે. જેમાં સૌથી વધારે પ્રભાવિત લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

સંયુકત રાષ્ટ્રએ અનુમાન લગાવ્યું હતું કે લિબિયામાં ૬,૫૫,૦૦૦ શરણાર્થી અને પ્રવાસી છે જેમાં ૪૮,૦૦૦ શરણાર્થી રજિસ્ટર થયેલા છે.

(10:19 am IST)