મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

તાત્કાલીક કોફી નથી

''પ્રેમ વસ્તુ નથી કે જે તમે કરો, પરંતુ જયારે તમે બીજા કામ કરો છો, પ્રેમ નીર્મિત થાય છે.''

તમે નાની-નાની વસ્તુઓ કરી શકો-સાથેબેસો, ચંદ્ર તરફ જુઓ, સંગીત સાંભળો-પ્રેમ સાથે પ્રત્યક્ષ રીતે કઇ કરવાનું નથી. પ્રેમ ખૂબજ કોમળ અને નાજૂક છે. જો તમે તેને જોશો, પ્રત્યક્ષ રીતે-તાકસો તો તે અદ્રશ્ય થઇ જશે. તે તમે જ્યારે અજાણ હો ત્યારે જ આવે છે, કઇક બીજુ કરતા હોય ત્યારે. તમે ભરત્ી જેમ સીધા તેની પાસે જઇના શકો પ્રેમ કોઇ લક્ષ્ય નથી. તે એક સુક્ષ્મ ઘટના છે. તે-ખૂબજ શરમાળ છો. જો તમે સીધા જશો તો તે સંતાઇ જશે જો તમે પ્રત્યક્ષ કઇક કરશો તો તમે એને ચુકી જશો.

પ્રેમ વિશે દુનિયા ખૂબ જ મુર્ખાઇ કરે છે તેઓ તેને તાત્કાલીક માંગે છે. તેઓ ઇન્સન્ટ કોફીની જેમ તેને માંગે છે.-- જયારે તમને એની જરૂર પડે, ઓર્ડર કરો અને તે હાજર થઇ જાય.

પ્રેમ એક નાજુક કલા છે, તેમાં તમારે કઇ કરવાનું નથી કયારેક તે દુર્લભ આશીર્વાદરૂપ ક્ષણો આવશે....પછી કઇક અપરિચીત તમારી અંદર ઉતરશે. તમે પૃથ્વી ઉપર નહી હોય, તમે સ્વર્ગમાં હશો. તમારા પ્રેમી સાથે પુસ્તક વાંચો છો, બંને તેની અંદર ડુબી ગયા છો-અચાનક તમે જોશો કે એક અલગ જ ગુણવતાવાળી આભા તમારી બંને આસપાસ ઉભી થઇ રહીછે અને બધુ જ શાંતિપૂર્ણ છે. પરંતુ તમે પ્રત્યક્ષ રીતે કઇ નથી કરી રહ્યા. તમે ફકત પુસ્તક વાંચી રહ્યા હતા.અથવા ફકત લાંબુ ચાલવા માટે જાવ છો, હાથમાં - હાથ પરોવીને અને અચાનક તે ત્યા ઉત્પન્ન થાય છે. તે હંમેશા અજાણતા જ તમને પકડી લે છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:06 am IST)