મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

'ઘર આયા મેરા પરદેસી' ગીત પર વૃદ્ઘે લગાવ્યા જોરદાર ઠુમકા

વાયરલ થયો વીડિયો

નવી દિલ્હી, તા.૧૬: સોશિયલ મીડિયા પર દ્યણીવાર લોકોના સિંગિંગ અને ડાન્સનાં વીડિયો સામે આવે છે. જે આપણુ મનોરંજન પણ કરે છે. એવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર હાલનાં દિવસોમાં ચર્ચાઈ રહ્યો છે. વાસ્તવમાં એક વૃદ્ઘ વ્યકિતના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયો પર ધૂમ મચાવી રહ્યો છે. બે મિનિટની આસપાસનો આ વીડિયોમાં એક વૃદ્ઘ વ્યકિત જોરદાર ઠુમકાઓ લગાવતા દેખાઈ રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં વડીલ ૧૯૫૧ માં રાજ કપૂર અને નરગિસની ફિલ્મ અવરાનું શ્નઙ્ઘજી આયા મેરા પરદેસી' ગીત પર નાચતા દેખાઈ રહ્યા છે. તેમની આસપાસ દ્યણા લોકો એકઠા થઈ ગયા છે, જે તાળીઓ પાડીને આ ડાન્સની મજા લઇ રહ્યા છે. આ વૃદ્ઘ વ્યકિતની હિંમત અને ડાન્સનાં સ્ટેપ્સને કારણે, લાગે છે કે વય તેમના માટે માત્ર એક નંબર છે.

ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે 'તમે વૃદ્ઘ થયા હોવાથી તમે નાચવાનું બંધ કરો છો, તમે વૃદ્ઘ છો તે કારણે તમે નાચતા નથી. આ કાકાને જુઓ.'

હર્ષના આ વીડિયોને ટ્વિટ કર્યા પછી, યુઝર્સે આ વ્યકિતની ખૂબ પ્રશંસા કરી અને આ વીડિયોને જોરદાર રિટ્વીટ કર્યા. તે જ સમયે, દ્યણા લોકોએ પ્રેમાળ કમેન્ટ્સ પણ કરી હતી. કેટલાક યુઝર્સે વૃદ્ઘને સુપર અને કેટલાકે રોકસ્ટાર ગણાવ્યા હતા.

 

(10:05 am IST)