મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

નાગરિકતા સંશોધન કાયદો સાવરકરના વિચારો વિરૂદ્ધઃ ઉદ્ધવ ઠાકરે

પહેલા અમે દેખાડીશું કે આ મામલે શું નક્કી કર્યું છે, પછી અમે અમારૂ વલણ નક્કી કરીશું.

મુંબઈ : નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ દેશના કેટલાય રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે નાગરિકતા સંશોધન બિલ સાવરકરના વિચારો વિરૂદ્ધ છે

  .શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક કાર્યક્રમમાં કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો સાવરકરના વિચારો વિરૂદ્ધ છે. તેમણે સવાલ કર્યા કે, શું નાગરિકતા સંશોધન બિલ કોઇ વિચારધારા પર આધારિત છે? તેને લઇને ઉદભવેલી હિંસા વિશે શું કહેશો ?  ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પહેલા અમે દેખાડીશું કે આ મામલે શું નક્કી કર છે, પછી અમે અમારૂ વલણ નક્કી કરીશું.

(8:43 am IST)