મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

સાવરકરે માફી માગીને જેલથી બહાર નીકળ્યા બાદ બ્રિટીશરોની ભાગલા પાડો રાજ કરોની નીતિને આગળ વધારી : દિગ્વિજય સિંહ

દિગ્ગીરાજાએ કહ્યું જે દેશ માટે લડ્યા છે અમે તેમનું સન્માન કરીએ છીએ પરંતુ માફી માગવી તે એક અલગ ઈતિહાસ છે.

નવી દિલ્હી : વીર સાવરકર પરના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. શિવસેના અને ભાજપના નેતાઓએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ઘેરવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કહ્યું કે અમે સાવરકરનું સન્માન કરીએ છીએ

  . દિગ્વિજયે કહ્યું કે દામોદર રાવ સાવરકરના જીવનમાં બે મહત્વની વાત છે, એક તે જ્યારે બ્રિટિશ શાસન વિરૂદ્ધ લડતા તેમને સજા થઈ અને કાળાપાણી મોકલવામાં આવ્યા. જ્યારે સાવરકરના જીવનનો બીજો મુદ્દો માફી માગીને જેલમાંથી બહાર નીકળવાનો છે.

  દિગ્વિજયે કહ્યું કે તેઓએ માફી માગીને જેલમાંથી બહાર નીકળ્યા બાદ તેઓએ પોતાનો સમય દેશમાં બ્રિટિશ શાસનની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને આગળ વધારી. દિગ્વિજયે વધુમાં કહ્યું કે જે વ્યક્તિ દેશ માટે લડ્યા છે અમે તેમનું સન્માન તો કરીએ છીએ પરંતુ માફી માગવી તે એક અલગ ઈતિહાસ છે.

(12:00 am IST)