મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

રાત્રે વિદ્યાર્થીઓનું દિલ્હી પોલીસ હેડક્વાટર પર ઉગ્ર પ્રદર્શન:જામિયામાં કાર્યવાહીનાં વિરોધમાં સૂત્રોચ્ચાર

પોલીસે કેમ્પસમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર માર્યો હોવાનો આક્ષેપ

નવી દિલ્હી : જામિયા વિસ્તારમાં રવિવારે ઉગ્ર હિંસક વિરોધ થયો હતો. ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રદશર્નકર્તાઓને ત્યાંથી ભગાડ્યા હતા. પોલીસ કર્મચારીઓએ તોફાનકારીઓનાં જામિયા મિલીયા યુનિવર્સિટીમાં ઘૂસેલા હોવાની શંકાના આધારે તમામ વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી હાંકી કાઢ્યા હતા.

જો કે, યુનિવર્સિટી વહીવટી તંત્ર અને વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પોલીસે તેમની સાથે બર્બરતા કરી હતી. જામિયા વહીવટી તંત્રે મીડિયાને જણાવ્યું હતું કે પોલીસે કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં કાર્યરત વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર માર્યો હતો.

રવિવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ તમામ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી વહીવટી તંત્રના લોકો આઈટીઓ, દિલ્હી સ્થિત પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને પોલીસની કથિત નિર્દયી કાર્યવાહી સામે વિરોધ શરૂ કર્યો હતો.

(11:04 pm IST)