મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

કેરળ અને અલીગઢ મુસ્લીમ.યુનિના વિરોધ પ્રદર્શનો પર સાંસદ ગિરિરાજસિંહ ભડક્યા : કહ્યું 'આ લોકો ગઝવા-એ-હિંદના સમર્થકો

ગિરિરાજ સિંહની બિહારમાં એનઆરસી લાગુ કરવાની માગથી રાજ્યના રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિહે નાગરિકતા સંશોધન કાયદાને લઈને કેરળ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થતા પ્રદર્શનો પર  નિશાન સાધ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યું કે આ લોકો ગઝવા-એ-હિંદના સમર્થક છે કે જેઓ અશાંતિ ફેલાવી રહ્યાં છે.

   નાગરિકતા સંશોધન કાયદામાં નાગરિકતા આપવાની જોગવાઈ છે, લેવાની નહીં. તેઓએ પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત સમગ્ર દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. નાગરકિતા સંશોધન કાયદાને લઈને કેરળ અને એએમયૂમાં જોરદાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

    ગિરિરાજ સિંહની માગ તેવા સમયે આવી જ્યારે જેડીયૂથી નારાજ પ્રશાંત કિશોરે પાર્ટીમાંથી રાજીનામું આપવાની માગ કરી છે. ત્યારે નીતિશ કુમારે તેમના રાજીનામાનો અસ્વીકાર કરતા પ્રશાંત કિશોરને વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્યમાં એનઆરસી લાગુ નહીં થાય. એવામાં ગિરિરાજ સિંહનું બિહારમાં એનઆરસી લાગુ કરવાની માગથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી શકે છે

(12:00 am IST)