મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

JDU નેતા પ્રશાંત કિશોરે સાધ્યું નિશાન, કહ્યું રાષ્ટ્રવ્યાપી એનઆરસી એટલે નાગરિકત્વનું ડિમોનેટાઇઝેશન જેવુ

સૌથી મોટો પીડિત વર્ગ અધિકાર વિહીન અને ગરીબ લોકો હશે

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર વ્યૂહરચના બનાવવા અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની દ્વારા ગ્રીન સિગ્નલ મળ્યા બાદ, ચૂંટણી વ્યૂહરચનાકાર અને JDU નેતા પ્રશાંત કિશોરના નિશાના પર હવે ભાજપ આવી ગયું છે

 . પ્રશાંત કિશોરે કહ્યું છે કે રાષ્ટ્રવ્યાપી એનઆરસી એટલે નાગરિકત્વનું ડિમોનેટાઇઝેશન જેવું છે. જ્યાં સુધી તમે તેને સાબિત નહીં કરો ત્યાં સુધી ગેરકાયદેસર છે.

જેડીયુના વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત કિશોરે પોતાની જ સાથી પક્ષ ભાજપ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતું કે, 'એનઆરસીનો વિચાર નાગરિકત્વના ડિમોનેટાઇઝેશન જેવો છે, જ્યાં સુધી તમે તેને સાબિત નહીં કરો ત્યાં સુધી ગેરકાયદેસર છે.' આનો સૌથી મોટો પીડિત વર્ગ અધિકાર વિહીન અને ગરીબ લોકો હશે આપણે  અનુભવથી આ જાણીએ છીએ. (હું) પીછેહઠ કરતો નથી. '

(12:00 am IST)