News of Sunday, 16th December 2018
રફાલ સોદાની ફાઇલો ખુલી જ નથી તો સરકારને ક્લિનચિટ ક્યાંથી મળે ? : કોંગ્રેસનો સણસણતો સવાલ
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને વરીષ્ઠ વકીલ કપીલ સિબ્બલે કહ્યું હતું કે રફાલ સોદાની ફાઇલોની તપાસ જ નથી થઇ આવામાં સરકારને ક્લિનચિટ મળી જ ન શકે, ક્લિચનિટ મળી ગઇ છે તેવી સરકારની વાતો બાળક જેવી લાગે છે. કેમ કે ભ્રષ્ટાચાર, ટેક્નીકલ મુદ્દાઓ વગેરેની તપાસ માટે સુપ્રીમ કોર્ટ યોગ્ય ફોરમ નથી કેમ કે ફાઇલો ત્યાં ખોલવામાં નથી આવતી. સરકારે સુપ્રીમ કોર્ટમાં રફાલ મુદ્દે ખોટી માહિતી આપી છે, અને તેના આધારે જ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આવી સ્થિતિમાં આ જુઠ માટે સુપ્રીમ કોર્ટ નહીં પણ પુરી મોદી સરકાર જ જવાબદાર છે.
(1:25 pm IST)