મુખ્ય સમાચાર
News of Tuesday, 16th November 2021

બાથરૂમમાં સ્નાન કરતી પત્ની પર પતિએ કરંટ છોડ્યો

મધ્યપ્રદેશમાં એન્જિનિયર પતિની ક્રૂરતા સામે આવી : ઈજાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં, બીજા લગ્ન માટે પતિ હત્યા કરવા માગતો હોવાનો પરીણિતાનો આક્ષેપ

ભોપાલ, તા.૧૬ : મધ્ય પ્રદેશના ખરગોનમાં એન્જિનિયર પતિની ક્રૂરતા સામે આવી છે. બાથરૂમમાં ન્હાતી પત્ની પર એન્જિનિયરે કરંટ છોડ્યો હતો, આનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે પતિ બીજા લગ્ન માટે મારી નાખવા માંગે છે.

અવાજ સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા અને મહિલાને બચાવી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના બિસ્તાન રોડ પર બ્રિજ વિહાર કોલોનીમાં રહેતા વીજળી કંપનીના જુનિયર એન્જિનિયરે તેની પત્નીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. પત્નીનો આરોપ છે કે તેણે બીજા લગ્નની લાલસામાં આવું પગલું ભર્યું છે.

પાડોશીઓની સતર્કતાના કારણે મહિલાનો જીવ બચી ગયો છે અને હાલ તેની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હજુ સુધી પોલીસે આ કેસમાં આરોપી એન્જિનિયરની ધરપકડ કરી નથી. દંપતીને બે બાળકો પણ હોવાનું જાણવા મળ્યું છે. પીડિત મહિલા નેહાએ જણાવ્યું કે તેનો પતિ મુકેશ દાવર તેને રોજ મારતો હતો.

 રસોઈ બનાવતી વખતે તેણે માર માર્યો હતો. જો કે, તેના થોડીવાર પછી તે સ્નાન કરવા બાથરૂમમાં ગઈ હતી. આ દરમિયાન મુકેશે બાથરૂમમાં કરંટ છોડી દીધો હતો. નળ ચાલુ કરતા મને કરંટ લાગ્યો, પછી હું ચીસો પાડવા લાગી. જેથી આસપાસના લોકોએ મહિલાને કોઈક રીતે બહાર કાઢીને હોસ્પિટલ ખસેડતા માંડ માંડ જીવ બચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નેહા અને મુકેશના લગ્ન ૨૦૧૩માં થયા હતા. એડિશનલ એસપી ડૉ નીરજ ચૌરસિયાએ જણાવ્યું કે મહિલાનું નિવેદન લેવામાં આવ્યું છે. મહિલાના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. આ મામલે મહિલાએ કહ્યું કે તાજેતરના દિવસોમાં પતિએ તેણીને ખૂબ માર મારવાનું શરૂ કર્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ ચાલી રહી છે.

(7:36 pm IST)