News of Tuesday, 16th November 2021
મુંબઈમાં કરોડોનાં ગાંજો ઝડપાયો
મુંબઈઃ નાર્કોટીકસ કન્ટ્રોલ બ્યુરોની મુંબઈ યુનિટે નાંદેડ જિલ્લામાં ૧૧૨૭ કિલોનો ગાંજાનો જથ્થો જપ્ત કરી બે ની ધરપકડ કરી હતી. ગાંજાના આ જથ્થાની કિંમત ૫.૬૩ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એનસીબીએ ગઈકાલે વહેલી સવારે આ કાર્યવાહી પાર પાડી હતી.
મુંબઈથી લગભગ ૫૭૦ કિ.મી.દૂર નાંદેડના નાયગાવ તાલુકાના મંજારમ ખાતેથી આ જથ્થો એક ટ્રકમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આ ટ્રક હૈદ્રાબાદથી આવી હતી અને જલગાંવમાં આ જથ્થો પહોંચાડવમાં આવનાર હતો. જળગાવમાં આ ગાંજાનો જથ્થો કોને પહોંચાડવાનો હતો તેની તપાસ આદરી છે.
(10:46 am IST)