મુખ્ય સમાચાર
News of Monday, 16th November 2020

રાજસ્થાન કેબિનેટ મંત્રી ભંવરલાલ મેઘવાલનું નિધન વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે શોક વ્યક્ત કર્યો

રાજસ્થાનના સામાજિક ન્યાય અને આધિકારિતા મંત્રી માસ્ટર ભંવર લાલ મેઘવાલનું લાંબી બિમારી બાદ નિધન થયુ છે. માસ્ટર મેઘવાલ બિમાર હોવાના કારણે તેમને ગુડગાવની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પીએમ મોદી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનો નિધન પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ લખ્યુ છે કે, રાજસ્થાનના કેબિનેટ મંત્રી માસ્ટર ભંવરલાલ મેઘવાલના નિધનથી દુ:ખી છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકોને મારી સંવેદના.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ પાંચ વાર ધારાસભ્ય રહેલા મેઘવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગેહલોતે ટ્વીટ કરી કહ્યુ હતું કે, મંત્રીમંડળ સહયોગી માસ્ટર ભંવરલાલના નિધનના કારણે ઉંડા શોકમાં છું. અમે 1980થી સાથે હતા.

મેઘવાલ ચુરૂ જિલ્લાના સુઝાનગઢ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. આ વર્ષે મે મહિનામાં તેમને હેમરેજ થતાં બિમાર રહેતા હતા. છેલ્લા થોડા દિવસમાં તેમની દિકરી બનારસી દેવીનું પણ હાર્ટ એટેકના કારણે નિધન થયુ હતું.

(10:03 pm IST)