મુખ્ય સમાચાર
News of Saturday, 16th November 2019

એક રાષ્ટ્ર, એક વેતન નિયમ આવશે

બધાને એક જ દિવસે પગાર

નવી દિલ્હી, તા.૧૬: મોદી સરકાર આવનાર સમયમાં સંગઠિત ક્ષેત્રના શ્રમિક વર્ગના હિતોની સુરક્ષા માટે સરકાર એક રાષ્ટ્ર એક વેતન દિવસ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આ વાત કરી. ગંગવાર અહીં સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઈવેટ સિકયુરિટી ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત સિકયુરિટી લીડરશીપ સમિટ-૨૦૧૯ના સંબોધન કરી રહ્યાં હતાં.

શ્રમમંત્રી ગંગવારે કહ્યું હતું કે, દેશભરમાં દર મહિને તમામ લોકોને એક જ દિવસે વેતન મળવું જોઈએ. જેથી કરીને લોકોને સમયસર વેતનની ચૂકવણી થઈ શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને બહુ જલદી આ વિધેયક પાસ થાય તેવી આશા છે.

કેન્દ્રીય શ્રમ મંત્રીએ કહ્યું હતું કે, એ જ રીતે અમે વિભિન્ન ક્ષેત્રોમાં સાર્વભૌમિક ન્યૂનતમ વેતન લાગુ કરવા ઉપર પણ વિચાર કરી રહ્યાં છીએ. જેનાથી શ્રિકોનું આજીવિકા સ્તર સારું થઈ શકે. કેન્દ્ર સરકાર વેતન સંહિતા અને વ્યવસાયિક સુરક્ષા, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ(OSH) સંહિતાને લાગુ કરવાની દિશામાં કામ કરી રહી છે. સંસદથી કોડ ઓન વેજીસને મંજૂરી મળી ગઈ છે અને હવે તેના નિયમો પર કામ ચાલુ છે.

હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ (OSH)ને ૨૩મી જુલાઈ ૨૦૧૯ના રોજ લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું. આ કોડને ૧૩ લેબર લોને મળીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત તેમાં અનેક અન્ય જોગવાઈઓને પણ જોડવામાં આવી છે. જેમ કે દરેક કર્મચારીને એપોઈન્ટમેન્ટ લેટર, વાર્ષિક ફ્રી મેડિકલ ચેકઅપ, જેવી જોગવાઈઓને આ કોડમાં જોડવામાં આવી છે.

(9:50 am IST)