મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

લખનૌમાં રેલવે યુનિયનના કાર્યક્રમમાં હોબાળો ; રેલમંત્રી વિરુદ્ધ કર્મચારીઓએ કર્યા સુત્રોચાર

આક્રોશીત કર્મચારીઓ રેલવે પ્રધાનની કારની સામે બેસી ગયા

લખનૌ :કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલ પર લખનૌમાં રેલવે યુનિયનના કાર્યક્રમમાં નારાજ રેલવે કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો રેલવે પ્રધાનના વિરોધમાં કર્મચારીઓએ રેલવે પ્રધાન મુરદાબાદના નારા લગાવ્યા અને તેમની સામે કુંડા ફેંક્યા હતા .

 ઉત્તર પ્રદેશ પોલીસ અને રેલવે પોલીસની હાજરીમાં ભારે હંગામો થયો હતો રેલવે પ્રધાનનું ભાષણ ખતમ થયા બાદ કાર્યક્રમમાં હંગામો શરૂ થયો. રેલવે પ્રધાને રેલવે યુનિયન પર કર્મચારીઓને ભડકાવવાનો આરોપ લગાવ્યો. જે બાદ ત્યાં હાજર રહેલા કર્મચારીઓ ભડકી ગયા. પોલીસ હેમખેમ રીતે રેલવે પ્રધાનને બહાર લાવી હતી  જો કે આક્રોશીત કર્મચારીઓ રેલવે પ્રધાનની કારની સામે બેસી ગયા હતા. પોલીસે તેમને હટાવીને રેલવે પ્રધાનના કાફલાને રવાના કર્યો હતો

(11:55 pm IST)