મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

ફલીપકાર્ટના બિન્ની બંસલ બાદ Myntraના CEO અને CFOનું રાજીનામુ

સહયોગી કંપનીઓ પર પણ છટણીની તલવાર લટકી રહી છે

નવી દિલ્હી તા. ૧૬ : Flipkartના સહ સંસ્થાપક બિન્ની બંસલે કંપનીના ગ્રૂપ સીઈઓ પદેથી રાજીનામું આપ્યાબાદ Myntraમાં હલચલ મચી ગઈ છે. Myntraના CEO અનંત નારાયણ તેમજ CFO દીપાંજન બાસુએ પોતાના પદેથી ધડાધડ રાજીનામા ધરી દીધા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર બંસલે જે દિવસે પોતાના પદેથી રાજીનામુ આપ્યુ, એજ દિવસથી એ અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ કે નારાયણ પણ પોતાના પદેથી રાજીનામુ આપશે.

વાત જાણે એમછે કે બિન્ની બંસલના ગયા પછી નારાયણને Flipkart ના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરવો પડત. ઈન્ડસ્ટ્રી ઈનસાઈડર્સનું કહેવું છે કે આ બંને વચ્ચે પહેલેથી ઝ ખટરાગ છે.

આપને જણાવી દઈએ કે ઓનલાઈન રિટેલર કંપની Flipkartના ગ્રૂપ CEO બિન્ની બંસલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. કંપનીએ એક નિવેદન આપીને આની જાણકારી આપી હતી. કંપનીએ જણાવ્યુ કે તાત્કાલીક અસરથી ગ્રૂપ CEO બિન્ની બંસલનું રાજીનામુ સ્વીકારવામાં આવ્યુ છે.

કંપનીએ કહ્યુ કે બિન્ની સ્થાપનાથી લઈને કંપનીનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. બિન્ની બંસલનું રાજીનામુ એવા સમયે આવ્યુ જયારે તેમના વિરૂદ્ઘ પર્સનલ મિસકન્ડકટના આરોપની તપાસ ચાલી રહી છે. વોલમાર્ટ પોતાના આ નિર્ણયને લઈને જણાવ્યુ છે કે તેમનો આ નિર્ણય તપાસ કર્યા પછી કરવામાં આવ્યો છે. જે Flipkart અને વોલમાર્ટે સાથે મળીને કર્યો છે.

અમેરિકી રિટેલ કંપની વોલમાર્ટે આ વર્ષ મે માં Flipkartના ૭૭% ભાગીદારી ૧.૦૭ લાખ કરોડમાં ખરીદી હતી. આ ઈ-કોમર્સમાં દુનિયાની સૌથી મોટી ડીલ છે.

Flipkartની સહયોગી કંપનીઓમાં કામ કરનાર કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે Flipkart હવે Jabong અને Myntraમાં કામ કરી રહેલા કેટલાયે કર્મચારીઓ બહારનો રસ્તો માપતા થઈ જશે. સૂત્રો અનુસાર Myntraના ૫૦૦ અને Jabongના ટેકનીકલ, નાણા અને માનવ સંશાધન વિભાગોના કેટલાયે લોકો બહાર થઈ જશે.

(3:45 pm IST)