મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

અમેરિકા સાથે ૧૩,૫૦૦ કરોડનો રક્ષા કરાર કરશે ભારત

આ કરાર ભારતીય નૌસેનાને બનાવશે તાકતવર : આ વર્ષના અંતમાં થશે હસ્તાક્ષર

ન્યૂયોર્ક તા. ૧૬ : અમેરિકાએ ભારત પર રશિયા સાથે એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઇલ ખરીદવા અંગે રાહત આપી છે. ત્યારબાદ અમેરિકી સરકાર સાથે તેમના સંબંધોને નિયંત્રિત કરવા માટે ભારતે અમેરિકા સાથે એક મોટો સુરક્ષા કરાર કરવાની દિશામાં ઔપચારિક પગલુ ભરવાની રાહમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ એનડીએ સરકારે અમેરિકી સરકારને એક પત્ર લખ્યો છે. જેમાં ૨૩,૫૦૦ કરોડ રૂપિયાની કિંમતના ૨૪ એમ.એચ. ૬૦ રોમિયો હેલીકોપ્ટરનો કરાર કરવાની વાત કહેવામાં આવી છે. આ હેલીકોપ્ટર અનેક ભૂમિકાઓમાં કાર્ય કરી શકે છે. સાથે જ તે તારપીડો અને મિસાઇલ સિસ્ટમથી પણ લેસ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કરાર ભારતીય નૌસેનાને મજબૂત બનાવી શકે છે.

૨૦૨૦ - ૨૦૨૪ સુધી આ હેલીકોપ્ટર ભારતને મળી શકે છે તે ભારતીય સેનાને મજબૂત કરવાનું કાર્ય કરશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો. જ્યારે ચીનના પરમાણુ અને ડિઝલ ઇલેકટ્રીક સબમરીન પ્રશાંત મહાસાગરના ક્ષેત્રમાં નિયમિત અંતરાલ પર નજરે ચડી રહ્યા છે.  માનવામાં આવી રહયું છે કે, આ વર્ષના અંત સુધીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. ૨૦૦૭થી ભારતે અમેરિકા સાથે થયેલા સૈન્ય રક્ષા કરારને ૧૭ બિલિયન ડોલર સુધી વધારી દેવામાં આવ્યો છે.  હેલિકોપ્ટરને ખરીદવા માટે ભારત સરકારે અમેરિકી પ્રશાસને ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનો લેટર ઓફ રિકવેર્સ્ટ મોકલવામાં આવી છે.

(3:45 pm IST)