મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

હાર્દિક પટેલ હવે ગુજરાતને પડતુ મુકી યુપીમાં કરશે આંદોલનઃ ભાજપ માટે ઉભો કરશે ભય

યુપીના અનેક જીલ્લાઓમાં ડિસેમ્‍બરમાં મોટુ આંદોલન છેડવા પાટીદાર નેતાનું એલાન

લખનૌ, તા.૧૬: કોંગ્રેસની સાથે મળીને ગુજરાત ચુંટણીમાં ભાજપને ટકકર બાદ રાહુલ ગાંધીના મીત્ર અને પાટીદાર નેતા હાર્દિક પટેલની નજર ઉતરપ્રદેશ પર ટકેલી છે. લોકસભા ચુંટણી પહેલા હાર્દિક પટેલ યુપીના અનેક જિલ્લામાં ખેડુતો અને યુવાઓ અંગે મોટું આંદોલન કરવાની તૈયારીમાં છે. તેની રણનીતી સ્‍પષ્‍ટ છે દિલ્‍હીની સતાથી બીજેપીને દુર કરવા માટે ભગવા ટોળકીને યુપીમાં પડકાર આપવો જરૂરી છે આ ઉપરાંત પીએમ નરેન્‍દ્રમોદી યુપીના વારાણસીથી સાંસદે છે. એવામાં જો હાર્દિક એન્‍ડ કંપની બીજેપીને યુપીમાં ધેરાવો કરે છે તો બીજેપીના દિગ્‍ગજોનું ધ્‍યાન પટકી જશે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ હાલમાં યુપીની મુલાકાતે છે. તેઓએ સંભલમાં કલિક મહોત્‍સવમાં સામેલ થયા આ દરમ્‍યાન તેની સાથે કોંગ્રેસની ટિકીટ પર ચુંટણી લડી ચુકેલા આચાર્ય પ્રમોદ કૂષ્‍ણન, અખિલ ભારતીય હિંદુ મહાસભાના સ્‍વામી ચક્રપાણિ અને સમાજવાદી પક્ષથી અલગ થઇને પ્રગતિશીલ સમાજવાદી પક્ષ બનાવનારા શિવપાલ યાદવ પણ હાજર રહ્યા.

આ દરમ્‍યાન હાર્દિકે કહ્યું કે તેની નૃતત્‍વવાળી કિસાન ક્રૌતિ સેના ઉતરપ્રદેશને ખેડુતો સાથે જોડાયેલા મુદા અંગે મોટું આંદોલન કરશે. તેઓએ કહ્યું કે સરકાર નામ બદલવા પર વધુ ધ્‍યાન આપી રહી છે. જયારે સમસ્‍યા ખેડુત અને યુવાઓની બેરોજગારીની છે હાદિર્ક કહ્યુ કે કિસાન ક્રાંતિ સેના યુપીને આંદોલનનું મુખ્‍ય કેન્‍દ્ર બનાવશે. સંસ્‍થા બારાબંકી, ગોંડા, સીતાપુર, લખીમપુર નીરી, લલિતપુર તેમજ પ્રયાગરાજમાં ભવ્‍યરેલી કરશે.

(3:34 pm IST)