મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર :31 ઉમેદવારના નામની જાહેરાત

નવી દિલ્હી :રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે બીજી યાદીમાં 31 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં ભાજપે 162 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

 રાજસ્થાનમાં વિધાનસભાની કુલ બસ્સો બેઠકો છે. રાજસ્થાનમાં વિધાનસભા બસ્સો બેઠકો પર સાતમી ડિસેમ્બરે મતદાન થવાનું છે અને તેના પરિણામો મતગણતરી બાદ અગિયારમી ડિસેમ્બરે જાહેર થવાના છે.

(3:16 pm IST)