મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

હવે ગંગાની સફાઈ માટે સ્પેસ ટેક્નોલોજીનો થશે ઉપયોગ

નવી દિલ્હી :ભારતની સૌથી પવિત્ર મનાતી ગંગા નદીની સફાઈ માટે તૈયારી કરવામાં આવી રહી છે.ગંગા સફાઈની વાત કોઈ નવી નથી. તેની તૈયારી છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહી છે. ખરેખર આ વખતે ગંગાને સ્વચ્છ અને સારી બનાવવા માટે કેટલીક વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

નેશનલ મિશન ફોર ક્લીન ગંગા માટે સ્પેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એક ઉપરી અધિકારી ઘ્વારા આ બાબતે જાણકારી આપવામાં આવી છે. સ્પેસ ટેક્નોલોજી ઘ્વારા નદીઓનો વધારે સારો ડેટા મળી શકશે. તેના ઘ્વારા પ્રોજેક્ટની યોજના બનાવવા અને કંટ્રોલિંગ કરવામાં પણ વધારે સારી મદદ મળશે.

 નેશનલ મિશન ફોર ક્લીન ગંગા ડાયરેક્ટર જનરલ રાજીવ રંજન મિશ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ડિપાર્મેન્ટ ઓફ સ્પેસની મદદ સાથે સર્વે જનરલ ઓફ ઇન્ડિયાના ડેટા પણ ઉપયોગ કરવામાં આવશે.

 

(3:08 pm IST)