રેલવેના એસી કોચમાં 14 કરોડના ચાદર,ધાબળા અને રૂમાલ ગાયબ
ગતવર્ષે 21,72,246 બેડરોલ ગૂમ :વોશરૂમામ્થી મગ,ફ્લશ પાઇપ અને કાચની ચોરી
નવી દિલ્હીઃ ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરનારા પૈસાવાળા લોકો રુમાલ, ચાદર અને ધાબળા ચોરીના મામલે શકના ઘેરામાં છે. વર્ષ 2017-18 દરમિયાન ટ્રેનના AC કોચોમાંથી લાખો રુપિયાના ચાદર, ધાબળા અને રુમાલ ગાયબ થઈ ગયા છે. જેની કુલ કિંમત 14 કરોડ રુપિયા જણાવવામાં આવી છે. રેલવેના એક અધિકારીએ આ માહિતી આપી છે.
પાછલા વર્ષે દેશભરમાં ટ્રેનોમાં AC કોચમાં લગભગ 21,72,246 બેડરોલ ગાયબ થઈ ગયા છે, જેમાં 12,83,415 રુમાલ, 4,71,077 ચાદર અને 3,14,952 તકિયાના કવર ચોરાઈ ગયા છે. આ સિવાય 56,287 તકિયા અને 46,515 ધાબળા ગાયબ છે.
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગાયબ થયેલા સામાનની કુલ કિંમત 14 કરોડ રુપિયા થાય છે. આટલું જ નહીં વોશરુમમાંથી મગ, ફ્લશ પાઈપ અને કાચની પણ ચોરી થયાના રિપોર્ટ પણ સમયાંતરે નોંધાતા રહ્યા છે. AC કોચમાં મુસાફરી કરનારા યાત્રાઓ માટે સારી સુવિધા આપવાની કોશિશ કરતા રેલવે માટે આ ચોરી નવી સમસ્યા પેદા કરી રહી છે.