મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

સીએમ રૂપાણીની નેધરલેન્ડના રાજદૂત સાથે મુલાકાત :રોકાણ માટે પ્રેરિત કરવા વિચાર વિમર્શ

નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટન વેન ડેન્ગ બર્ગે મુખ્યપ્રધાન સાથેની વન ટુ વન બેઠકમાં ગુજરાત સાથે પોર્ટ લેડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પી.સી.પી.આઇ.આરમાં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી.

   દહેજ માં 1500 કરોડના રોકાણ સાથે નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વોપાકે જેટી નિર્માણના કરાર કર્યા છે અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.

   મુખ્યપ્રધાન રુપાણીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં નેધરલેન્ડનું હાઇ પાવર ડેલીગેશન સહભાગી થાય તે માટે આમંત્રણ પાઠવ્યું હતું. નેધરલેન્ડ આ વર્ષના વાયબ્રન્ટનું પાર્ટનર કન્ટ્રી છે તે સંદર્ભમાં પણ વન ટુ વન બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો.

(1:09 pm IST)