મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

" સાવધાન" : એમેઝોન ઓનલાઇન મોલ મારફત "shop now" લીંક દ્વારા ખરીદી કરી 99 ટકા સુધીના ડિસ્કાઉન્ટ મેળવો : ઓછામાં ઓછા 10 લોકો સાથે મેસેજ શેર કરો : વ્હોટ્સ એપ.ઉપર ફરી રહેલા છેતરામણા મેસેજથી સાવધાન રહેવા કંપનીનો અનુરોધ : વ્યક્તિગત માહિતી તથા બેન્ક એકાઉન્ટની વિગત મેળવી છેતરપિંડી કરવાના કૌભાંડ સામે સાઇબર સિક્યુરિટી સમક્ષ કરાયેલી ફરિયાદ

મુંબઈ : વ્હોટ્સ એપ.ઉપર એમેઝોન ઓનલાઇન મોલ મારફત જુદી જુદી પ્રોડક્ટ્સ ઉપર 99 ટકા સુધીના બહુ મોટા ડિસ્કાઉન્ટ મળી  રહ્યા હોવાના મેસેજ વાઇરલ થતા જોવા મળી રહ્યા છે. "shop now" લિંક દ્વારા ફેલાવાઈ રહેલી માહિતી મુજબ આવા જંગી ડિસ્કાઉન્ટ ધરાવતી વસ્તુઓની ખરીદી કરવા માટે પોતાની વિગત મોકલવાનું જણાવાઈ રહ્યું છે.જેમાં નામ,સરનામું,ચુકવણું કરવાની પદ્ધતિ વિગેરે માહિતી મંગાવાઈ રહી છે.તથા આ મેસેજ ઓછામાં ઓછા 10 લોકોને મોકલવાનું કહેવામાં આવે છે.જે ન મોકલો ત્યાં સુધી લિંક આગળ વધતી નથી.

 આ મેસેજ વાંચીને ઘણા લોકોએ કંપની સમક્ષ ચોખવટ માંગતા જાણવા મળ્યા મુજબ આ એક મોટું કૌભાંડ હોવાનું તથા અનેક લોકો તેમાં ફસાઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.આ છેતરપિંડી રોકવા માટે એમેઝોન દ્વારા વ્હોટ્સ એપ.ઉપર ચોખવટ કરતા મેસેજ મુકાયા છે.તથા "shop now" સાથે ફેલાવાઈ રહેલા મેસેજથી નહીં છેતરવા અપીલ કરાઈ છે.તેમજ આ મામલો સાઇબર સિક્યુરિટી ને સોંપવામાં આવ્યો છે.તેમ જણાવાયું છે.ત્યાં સુધી આ "shop now" માધ્યમથી કંઈપણ ખરીદી નહીં કરવા તથા પોતાની વ્યક્તિગત કે બેન્ક એકાઉન્ટને લગતી વિગત નહીં આપવા જણાવાયું છે.

                          ( ધ કવિન્ટ માંથી સાભાર )

(12:22 pm IST)