મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

સબરીમાલા વિવાદઃ કોચ્ચિ એરપોર્ટ પર તૃપ્તિ દેસાઈની અટકાયત

સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાના પ્રવેશનો આદેશ આપ્યા બાદ આજે ત્રીજીવાર મંદિરના પ્રવેશદ્વાર ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે તૃપ્તિ દેસાઈ મંદિરમાં પ્રવેશને લઈ પોતાના સહિયોગી સાથે કેરળ ખાતે પહોંચી છે. જો કે તેને કોચ્ચિ એરપોર્ટ ખાતે પોલીસે અટકાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સુરક્ષાને ધ્યાનમાં લઈ તેણીની અટકાયત કરવામાં આવી છે.

(12:05 pm IST)