મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

ઇમરજન્‍સી હોસ્‍પિટલાઇઝેશનમાં આ રીતે કરી શકાય છે કેશલેસ કલેમ

મુંબઇ તા. ૧૬ : ઈમરજન્‍સી હોસ્‍પિટલાઈઝેશનમાં સ્‍વાસ્‍થ્‍ય વીમા અંતર્ગત કેશલેસ ક્‍લેમ કરી શકાય છે. જેમાં દર્દીને કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્‍યા વગર સારવાર મળી રહે છે. આ ચાર્જ મેડિક્‍લેમમાંથી ચૂકવવામાં આવે છે. જે માટે કેટલાક પગલાં ભરવા પડે છે.

જે કંપનીનો મેડિક્‍લેમ કે કેશલેસ ક્‍લેમ લીધો હોય તે કંપનીના કસ્‍ટમર સર્વિસ ડેસ્‍ક અથવા ટીપીએને કોલ કરી શકાય છે અને પોલીસી અંતર્ગત આવતા હોસ્‍પિટલની યાદીની જાણકારી મેળવી શકાય છે. આવી હોસ્‍પિટલમાં ક્‍લેમ કરવાથી કેશલેસ સારવારની સુવિધા મળી રહે છે.

જયાર દર્દીને હોસ્‍પિટલમાં ભરતી કરવામાં આવે છે ત્‍યાર બાદ આ પ્રક્રિયા શરૂ થાય છે. દર્દી યાદીમાં રહેલી હોસ્‍પિટલમાં ભરતી થયા બાદના ચોક્કસ સમયગાળામાં હોસ્‍પિટલમાં કેશલેસ ક્‍લેમ માટે પ્રક્રિયા શરૂ કરી શકાય છે. જે માટે જરૂરી આધાર પૂરાવા અને ફોર્મ ભરવાના રહે છે.

હોસ્‍પિટલમાં દર્દીનું વીમા આઈડી અથવા ટીપીએ કાર્ડ સાથે રાખવું જોઈએ. આ સિવાય એડ્રેસ પ્રુફ પણ સાથે રાખવું જરૂરી છે. ત્‍યાર બાદ ક્‍લેમ માટેની પ્રક્રિયા હોસ્‍પટલ તરફથી કરવામાં આવે છે.

કેશલેસ ક્‍લેમ માટે હોસ્‍પિટલ તરફથી પણ ફોર્મ ભરવામાં આવે છે. દર્દીના જરૂરી આધાર પુરાવા અને વિગતો એક ફોર્મમાં ભરીને વીમા કંપની અથવા ટીપીએને મોકલવામાં આવે છે. કંપની આ પછીથી પ્રક્રિયા શરૂ કરે છે.

હોસ્‍પિટલ દ્વારા ફોર્મ મોકલાયા બાદ વીમા કંપની અથવા ટીપીએ કવરેજ ડિટેલ્‍સ સાથે એક અનુમતીપત્ર પણ હોય છે. જે હોસ્‍પિટલને મોકલવામાં આવે છે. ત્‍યાર બાદ ક્‍લેમ માટેની પ્રક્રિયા પૂરી થાય છે.

આ પ્રક્રિયા પૂરી થયા બાદ અને ખાસ અનુમતીપત્ર મળ્‍યા બાદ વીમા કવરેજમાં આવતો ખર્ચ વીમા કંપની ચૂકવશે. આ માટે રોકડ કે ચેકના વ્‍યવહાર વીમા કંપની સીધા હોસ્‍પિટલ સાથે વ્‍યવહાર કરશે. આમ દર્દીને મોટા બિલમાંથી રાહત મળશે અને કેશલેશ ક્‍લેમ અંતર્ગત હોસ્‍પિટલમાંથી ફ્રી સારવાર મળી રહેશે.

(10:33 am IST)