મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

બાળકના નામે ખોલાવશો PPF એકાઉન્ટ : મેચ્યોરિટીમાં મળશે લાખો રૂપિયા અને બિલકુલ ટેક્સ ફ્રી :ઉપાડનો પણ છે વિકલ્પ

 

નવી દિલ્હી ;બાળકના નામે પીપીએફ ખાતું ખોલવાથી પાકતી મુદતે લખો રૂપિયા મળવાની સાથે ટેક્સ ફ્રી હોવા ઉપરાંત વચ્ચે ઉપાડની પણ છૂટ હોય ભવિષ્યના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF) રોકાણનો એક સૌથી સફળ વિકલ્પ છે, જેમાં કોઇપણ વ્યક્તિગત અથા નોકરિયાત વ્યક્તિ પોતાનું એકાઉન્ટ ખોલાવી શકે છે. આ લાંબા સમય માટે રોકાણ કરવા માગતા વ્યક્તિ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. PPF એકાઉન્ટમાં રોકાણનો બીજો એક ફાયદો તે છે કે પાકતી મુદ્દતે મળતી રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રિટર્ન છે.

  15 વર્ષની આ રોકાણ યોજનામાં હાલ 8 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનેક પ્રકારની સુવિધા મળે છે, જેનો ફાયદો ઉઠાવી શકે છો. આ એકાઉન્ટ તમારા બાળકોના નામ પર પણ ખોલાવી શકો છો. આમ કરવાથી અનેક ફાયદા મળી શકે છે, જે અંગે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ.
 જેમકે જો તમારું બાળક 5 વર્ષનું હોય ત્યારે એકાઉન્ટ ખોલાવો છો તો અને 15 વર્ષ પછી એકાઉન્ટ મેચ્યોર થાય ત્યારે મળનારી રકમનો ઉપયોગ તમે તેના ભણતર માટે કરી શકો છો. એક PPF એકાઉન્ટમાં એક નાણાકિય વર્ષ દરમિયાન વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરી શકાય છે. તેમજ આ આટલી રકમ પર જ ટેક્સ બેનેફિટ મળે છે, જે 80c અંતરગત મળે છે.
  PPF એકાઉન્ટ એક્ઝેમ્પ્ટ શ્રેણીમાં આવે છે. આ એકાઉન્ટમાં કરવામાં આવેલુ રોકાણ, ખાતામાં જમા રકમ પર મળનાર વ્યાજ અને મેચ્યોરિટી પર મળનારી રકમ ત્રણેય ટેક્સ બેનિફિટમાં આવે છે. એટલે કે 15 વર્ષનો સમય વિત્યા પછી આ ખાતામાંથી કરવામાં આવેલો ઉપાડ પણ ટેક્સ બેનિફિટમાં આવે છે.
  જો તમારું બાળક ઇચ્છે તો તે પોતાના ખાતને 15 વર્ષની મેચ્યોરિટી પછી બીજા 5 વર્ષ માટે ચાલુ રાખી શકે છે. જે દરમિયાન ખાતા ધરારક પોતાના એકાઉન્ટમાં જમા પૈસા પર મળતા વ્યાજની રમક ઉપાડી શકે છે. ઉપરાંત બાળકને પણ નાનપણથી જ બચત કરવાની આદત પડે છે. તેમજ મોટું થયા પછી તેની પહેલી નોકરીમાંથી પણ બચત કરવાની આદત પાડે છે.
  એકાઉન્ટ મેચ્યોર થયા બાદ આંશિક ઉપાડની સુવિધા પણ એકદમ અલગ હોય છે. પીપીએફ એકાઉન્ટમાં ઉપાડની સુવિધા ખાતાધારકને ઓછામાં ઓછા 7 વર્ષ પૂર્ણ કર્યા બાદ જ મળે છે. જેથી તમે 7 વર્ષ બાદ આ એકાઉન્ટમાંથી આંશિક અથવા પૂર્ણ રકમ ઉપાડી શકો છો.

(12:00 am IST)