મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

રાહુલ ગાંધી નેતા નથી : ધર્મની રાજનીતિ એ કોંગ્રેસની નિષ્ફળતા માટે કારણભૂત :પૂર્વ મંત્રી હંસરાજ ભારદ્વાજ

નેહરૂ અને ઇન્દિરા ગાંધીએ ક્યારેય ધર્મની રાજનીતિ નથી કરી;પૂર્વ કાયદામંત્રીનો પ્રહાર

નવી દિલ્હી :યુપીએ સરકારમાં કાયદા પ્રધાન રહી ચુકેલા કોંગ્રેસી નેતા હંસરાજ ભારદ્વાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નેતા માનવાન ઇન્કાર કરી દીધો હતો 

 ભારદ્વાજે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો કે હજુ રાહુલ નેતા નથી. જ્યાં સુધી તેમને કોઇ પદ નહીં મળે તેઓ નેતા નહીં બને. રાહુલ હાંધી નેતા ત્યારે બનશે કે જ્યારે જનતા તેમને નેતા બનાવશે.

 ભારદ્વાજે કહ્યું કે રાહુલ ગાંધી ધર્મના નામે જે પણ કરે છે તે ખોટું થઇ જાય છે. કોંગ્રેસનું નિષ્ફળ થવાનું મોટું કારણ તે જ છે કે તે ધર્મની રાજનીતિમાં પડે છે. નેહરૂ અને ઇન્દિરા ગાંધીએ ક્યારેય ધર્મની રાજનીતિ નથી કરી.

(12:00 am IST)