મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

1984ના શીખ તોફાનોના દોષિતો પર કોર્ટ પરિસરમાં હુમલો:અકાલીદળના ધારાસભ્યે દોષિતને માર્યો લાફો

દોષિતોની વિરૂદ્ધ સજાનો ચુકાદો અનામત;20મીએ સજા સંભળાવશે

નવી દિલ્હી :દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી માટે પહોંચેલા 1984ના શીખ તોફાનોના દોષિતો પર કોર્ટ પરિસરમાં હુમલો થયો હતો  હુમલા સમયે પોલીસ પણ ત્યાં હાજર હતી. કોર્ટ પરિસરમાં હાજર અકાલી દળના ધારાસભ્ય મનજિન્દર સિંહ સિરસાએ શીખ તોફાનોના દોષિતને થપ્પડ મારી. જે બાદ પોલીસે વચ્ચે પાડીને સિરસાને અલગ પાડ્યા હતા .

  આ હુમલા બાદ ઘટના સ્થળે તણાવ પ્રસરી ગયો. 1984ના તોફાનોમાં અવતાર સિંહ અને હરદેવ સિંહની હત્યાના મામલે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઇ. આ દરમિયાન કોર્ટે દોષિતોની વિરૂદ્ધ સજાનો ચુકાદો અનામત રાખ્યો. હવે 20 નવેમ્બરે દોષિતોને સજા સંભળાવાશે. હુમલા બાદ સિરસાએ કહ્યું કે દોષિતોએ 1984માં નિર્દોષ લોકોને માર્યા, તેમ છતાં તેઓ ગુંડાની જેમ ફરી રહ્યા છે.

(12:00 am IST)