મુખ્ય સમાચાર
News of Saturday, 16th October 2021

સરબજીતને સાત દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો

હરિયાણાની સીમા સિંધુ બોર્ડર હત્યાકાંડ : હત્યાકાંડ મામલામાં નિહંગ સિખ સરબજીતે કુંડળી પોલીસ સ્ટેશન સામે સરેંડર કરી હત્યાનો સ્વિકાર કર્યો હતો

નવી દિલ્હી, તા.૧૬ : દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાની સીમા સિંધુ બોર્ડર પર થયેલી દલિત યુવક લખબીર સિંહની હત્યાના આરોપી સરબજીતને આજે (શનિવારે) સોનીપત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ક્રાઇમ બ્રાંચની ટીમ આરોપીને લઇને કોર્ટ પહોંચી. કોર્ટએ સરબજીતને દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. નિહંગ સિખ સરબજીતએ કુંડળી પોલીસ સ્ટેશન સામે સરેંડર કરીને હત્યાનો સ્વિકાર કર્યો હતો.

સિંધુ બોર્ડર પર જે પ્રકારે દલિત યુવક લખબીર સિંહની નિર્દયતાથી હત્યા કરવામાં આવી તેને લઇને હવે વિરોધ પ્રદર્શન તેજ બનતું જાય છે. દેશના ૧૮થી વધુ દલિત સંગઠન આજે (શનિવારે) મામલે કડક કાર્યવાહીની માંગને લઇને રાષ્ટ્રીય અનુસૂચિઅ જાતિ આયોગની ઓફિસ પહોંચ્યા અને જ્ઞાપન સોંપી

દલિત સંગઠનોએ સિંધુ બોર્ડર પર દલિત યુવકની હત્યાને લઇને રાષ્ટ્રીય અનુસૂચિત પંચના ચેરમેન વિજય સાંપલા સાથે મુલાકાત કરી. જે પ્રકારે સિંધુ બોર્ડર પર એક દલિત યુવકની બર્બરતાથી હત્યા કરવામાં આવી તેને લઇને દલિત સંગઠનોમાં નારાજગી છે.

ઉપરાંત સિંધુ બોર્ડર હત્યાકાંડ મામલે સીઆઇડીએ હરિયાણા સરકારને રિપોર્ટ સોંપ્યો. સિંધુ બોર્ડર પર પ્રદર્શન માટે અત્યારે પણ લગભગ ૨૨૫ નિહંગ સિખ હાજર છે. તેમની પાસે પારંપારિક હથિયાર છે. નિહંગ સિખ સ્ટેજ સિંધુ બોર્ડરના ઘરણાસ્થળ પર મુખ્ય સ્ટેજ પર હાજર રહ્યા હતા. જાણી લો લખબીર સિંહના લાશને તેમના પરિજન પંજાબની ચીમા ગામ લઇને આવ્યા છે.

ત્રણ ડોક્ટરોએ બોર્ડે લખબીર સિંહનું પોસ્ટમોર્ટમ કર્યું. પોલીસ સિક્યોરિટી સાથે મૃતક લખબીર સિંહની લાશને તેમના ગામ મોકલવામાં આવી છે

સિંધુ બોર્ડર પર શુક્રવારે બે દલિત યુવક લખબીર સિંહની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેને કિસાન આંદોલન મંચ પાસે મારવામાં આવ્યો હતો. તેનો એક હાથ કાપીને શરીરથી અલગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેનો એક પગ પણ કાપવામાં આવ્યો. ત્યારબાદ લખબીર સિંહને ઉંધો લટકાવી દેવામાં આવ્યો હતો.

(9:54 pm IST)