મુખ્ય સમાચાર
News of Saturday, 16th October 2021

એડવોકેટનો ઉમદા વ્યવસાય ધરાવતા લોકોને આર્મ લાયસન્સ આપવું ઉચિત નથી : એક સમય એવો આવશે કે જયારે વકીલો હથિયાર સાથે કોર્ટમાં આવશે : અલ્હાબાદ હાઇકોર્ટ

અલ્હાબાદ : અલ્હાબાદ હાઇકોર્ટએ એક ચુકાદામાં જણાવ્યું હતું કે એડવોકેટનો ઉમદા વ્યવસાય ધરાવતા લોકોને આર્મ લાયસન્સ આપવું ઉચિત નથી. જો આપવામાં આવશે તો એક સમય એવો આવશે કે જયારે વકીલો હથિયાર સાથે કોર્ટમાં આવશે.

પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક સલામતી માટે હથિયારનું લાયસન્સ આપવાની માગણી એક વકીલએ કરી હતી. તેની અરજીનો સ્વીકાર કરવાનો ન્યાયમૂર્તિ સૌરભ શ્યામ શમશેરીએ ઇનકાર કર્યો હતો.તથા જણાવ્યું હતું કે એડવોકેટનો ઉમદા વ્યવસાય ધરાવતા લોકોને આર્મ લાયસન્સ આપવું ઉચિત નથી. જો આપવામાં આવશે તો એક સમય એવો આવશે કે જયારે વકીલો હથિયાર સાથે કોર્ટમાં આવશે.

જોકે કોર્ટે નોંધ્યું હતું કે આર્મ્સ એક્ટ અને નિયમો અનુસાર ફાયરઆર્મ લાઇસન્સ માટે અરજી કરવા માટે એડવોકેટ પર કોઈ પ્રતિબંધ નથી . તેમછતાં યોગ્ય કારણ વગર એડવોકેટ દ્વારા હથિયારનું લાઇસન્સ લેવાનું  સામાન્ય વલણ પ્રશંસનીય નથી અને તે એડવોકેટના ઉમદા વ્યવસાયના હિતમાં નથી. "તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:35 pm IST)