મુખ્ય સમાચાર
News of Saturday, 16th October 2021

છેલ્લા એક દાયકામાં ટીબીથી થયેલાં મૃત્યુમાં વધારો : કોરોનાને લીધે ટીબીને અંકુશમાં લેવામાં અવરોધો સર્જાયા

ગયા વર્ષે ટીબીને કારણે મોટી સંખ્યામાં દર્દીઓનાં મોત થયાં : WHO દ્વારા 2021 ગ્લોબલ રિપોર્ટ જાહેર

નવી દિલ્હી : સમગ્ર  વિશ્વમાં છેલ્લા એક દાયકામાં ટીબીને કારણે થયેલા મૃત્યુમાં વધારો થયો હોવાનો ચોંકાવનારો અહેવાલ WHO દ્વારા રજૂ કરાયો છે. તેનાં 2021 ગ્લોબલ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ટીબીને અંકુશમાં લેવામાં અવરોધો સર્જાયા હતા. આને કારણે ગયા વર્ષે ટીબીને કારણે મોટી સંખ્યામાં દર્દીઓનાં મોત થયાં હતાં.

(1:18 pm IST)