મુખ્ય સમાચાર
News of Wednesday, 16th October 2019

મારા મોઢામા બંદુક રાખી અને ચુપ રહેવા કહ્યુઃ કસ્‍ટડીમા માર્યા ગયેલ શખ્‍સના ૧૧ વર્ષના પુત્રએ જણાવ્‍યું

     હાપુડ ( ઉતરપ્રદેશ) માં પોલીસ કસ્‍ટડીમા માર્યા ગયેલ ૩પ વર્ષીય પ્રદિપ તોમરના ૧૧ વર્ષના પુત્રએ કહ્યું છે કે  એમણે મને થપ્‍પડ મારી મારા મોઢામા બંધુક રાખી પછી એમણે  ચિપ્‍સનુ પેકેટ આપ્‍યુ અને કોઇને કાંઇ ન કહેવા જણાવલ.

     પુત્રએ કહ્યું કે એમના પિતા વારંવાર ન મારવા કહેતા હતા પણ પોલીસ કર્મીઓ તેમને મારતા જ રહ્યા.

     ૭ દિવસમાં આવશે વિભાગય તપાસ રીપોર્ટ. મામલામા એસએચઓ સહિત ૩ પોલીસ કર્મીઓ સસ્‍પેન્‍ઙ

(11:26 pm IST)