News of Wednesday, 16th October 2019
આઈએએસને થપ્પડ મારવાના કેસમાં ૨૨ વર્ષે આરોપ પત્ર દાખલ
રાજસ્થાનમાં ૧૯૯૭માં મંત્રીએ
જયપુરઃ રાજસ્થાન સચિવાલયમાં લગભગ ૨૨ વર્ષ પહેલા તત્કાલીન સિંચાઈ મંત્રી દેવી સિંહ ભાટીએ આઈએસએસ અધિકારી અને સચિવ પીકે દેબને રૂમમાં બોલાવી ઠેકો લેનાર કંપનીને બ્લેકલીસ્ટ કરવા બદલ મારપીટ કરી થપ્પડ મારી હતી. અશોકનગર સ્ટેશનમાં ૬ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ મામલો નોંધાયો હતો. ત્યારબાદ સીઆઈડી સીબીને તપાસ સોંપાયેલ. હવે મામલાની તપાસ પુરી થયા બાદ તત્કાલીન મંત્રી દેવીસિંહ ભાટી વિરૂધ્ધ એસીજે એમએમ ૧૧ અનિતા મીણાની કોર્ટમાં ચલણ રજુ કરાયુ છે. આ અંગે પૂર્વ મંત્રીને ૨૧ ઓકટોબરે હાજર થવા આદેશ અપાયો છે.
(3:51 pm IST)