મુખ્ય સમાચાર
News of Wednesday, 16th October 2019

વહેલી સવારે અનંતનાગમાં એન્કાઉન્ટર: સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો

આતંકીઓ છુપાયાની જાણ થતા સર્ચ ઓપરેશન

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી એક આતંકવાદીને ઠાર કરાયો છે  અનંતનાગ દક્ષિણ કાશ્મીરમાં આવે છે અને વહેલી સવારે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે

 . જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે, અનંતનાગની સીમમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. હાલમાં આ અંગેની વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.કશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર બંને તરફથી ભારે ફાયરિંગ ચાલી રહી છે.

  સુરક્ષાદળોને માહિતી મળી હતી જેમાં અહીં કેટલાક આતંકીઓ હોવાનું જણાવાયું છે. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ ઘ્વારા સુરક્ષાદળ પર ફાયરિંગ કરવામાં આવી હતી.

 

(11:22 am IST)