મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

3જી નવેમ્બરથી પાકિસ્તાની પીએમ ત્રણ દિવસ ચીનના પ્રવાસે : જિનપિંગ સાથે કરશે મુલાકાત

 

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન 3 નવેમ્બરે ત્રણ દિવસ માટે ચીન પ્રવાસ પર જશે. પીએમ તરીકે ઇમરાન ખાનનો પહેલો ચીની પ્રવાસ છે. ચીનના પ્રવાસ પર ઇમરાન ખાન, રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. તેની સાથે સાથે તેઓ બીજા પણ ઘણા ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરશે

 . જિઓ ન્યુઝના એક અહેવાલ મુજબ ઇમરાન ખાન અહીં આર્થિક અને રક્ષા સહયોગની સાથે સાથે ચીન-પાકિસ્તાન ઈકોનોમિકલ કોરિડોર અંગે પણ ચર્ચા કરશે. ઇમરાન ખાન સાથે પાકિસ્તાનનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ તેમની સાથે જશે.

(9:14 pm IST)