મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

રાણે ભાજપને તોડવા માટે ઇચ્છુક હતા : ચેલ્લાકુમાર

કોંગ્રેસના આક્ષેપને રાણેએ રદિયો આપ્યો :ગોવામાં રાજકીય ઉથલપાથલ : સામ સામે આક્ષેપબાજી

પણજી, તા. ૧૬ :ગોવામાં કોંગ્રેસના પ્રભારી અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ચેલ્લાકુમારે દાવો કર્યો છે કે, ગોવાની ભાજપ સરકારમાં મંત્રી રહેલા વિશ્વજીત રાણે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ રાજ્યમાં શાસક ગઠબંધનને તોડીને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસમાં સામેલ થવા ઇચ્છુક હતા. બીજી બાજુ રાણેએ કોંગ્રેસના આ પ્રકારના આક્ષેપને રદિયો આપી દીધો છે. ચેલ્લાકુમારે દાવો કર્યો છે કે, બે મહિના પહેલા સુધી રાણે આ મુદ્દા ઉપર તેમના સંપર્કમાં હતા. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં રાણે વાલકુઇ સીટથી કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈ આવ્યા હતા પરંતુ થોડાક દિવસમાં જ તેઓએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. શાસક ભાજપમાં સામેલ થઇ ગયા હતા. ભાજપના નેતા રાણેએ કહ્યું છે કે, ચેલ્લા કુમાર સાથે તેઓએ કોઇપણ સંપર્ક કર્યો ન હતો. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ સુધી તેમની સામે કેસ જારી રાખવામાં આવ્યો છે. તેમની આમા કોઇપણ ભૂમિકા ન હતી. બીજી બાજુ રાણે ભાજપ માટે મહત્વપૂર્ણ સાબિત થઇ રહ્યા છે. વિશ્વજીત રાણેની સૌથી મોટી ભૂમિકા કોંગ્રેસને તોડવામાં દેખાઈ રહી છે.

(7:45 pm IST)