મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

પેમેન્ટ ડેટા ઉપર કન્ટ્રોલ કરવા સરકાર ઇચ્છુક છે

ડેટા લોકલાઇઝેશનને લઇને ચર્ચા

 નવી દિલ્હી, તા. ૧૬ : ભારત અને ચીન વચ્ચે ખુબ અંતરની સ્થિતિ રહેલી છે. ચીન ઇન્ટરનેટ ઉપર અંકુશ મુકી શકે છે અને તેનું કોઇ નુકસાન થયું નથી. બીજી બાજુ કંપનીઓ ઉપર નિયમોને માનવા માટે દબાણ લાવવામાં આવે છે. જે એમએનસી ચીનમાં કામ કરે છે તેમને એડજસ્ટમેન્ટ કરવાની જરૂર પડે છે. ચીનનું અર્થતંત્ર એટલું મોટુ થયું છે કે, આ કંપનીઓ તેની અવગણના કરી શકે નહીં. એમએનસી ભારતને ચીનની જેમ જોતી નથી. અહીં લોબિંગની અસર જોવા મળે છે. સરકાર મોડેથી તેમની બાબતોને સાંભળે છે. અહીં ડેડલાઈન પમ વધતી રહે છે. રિઝર્વ બેંકના ડેટા લોકલાઈઝેશન નિયમો ઉપર મક્કમ વલણ અપનાવવાથી તમામને અસર થઇ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યં છે કે, ભારતમાં જનરેટ થનાર તમામ પેમેન્ટ ડેટાને અહીં સ્ટોર કરવાની ફરજ પડશે. આનો મતલબ એ થયો કે, ફંડ ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને વોલેટ પેમેન્ટ અને વોલેટથી ટ્રાન્સફરને લઇને માહિતી એકત્રિત કરવી પડશે. રિઝર્વ બેંકે ડેટા લોકલાઇઝેશન માટે ૧૫મી ઓક્ટોબરની સમય મર્યાદા રાખી હતી. કંપનીઓને રિપોર્ટ દાખલ કરવા માટે કહવામાં આવ્યું હતું. જો કે, ખુબ ઓછી કંપનીઓ ગંભીરતાથી આગળ આવી હતી.

(7:41 pm IST)