મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

કેજરીવાલનો નરેન્દ્રભાઈને પડકારઃ હિંમત હોય તો રાફેલ ડીલની ફાઈલ બતાવો

નવી દિલ્હી,તા.૧૬: કેન્દ્ર સરકારને દિલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે પડકાર ફેંકતા જણાવેલ કે મારી સરકારની ૪૦૦ ફાઈલની ચકાસણીના બદલામાં રાફેલ સોદાની ફાઈલ બતાવો.

''આપ''ના ડોનેશન કાર્યક્રમનો પ્રારંભ કરાવતા કેજરીવાલે જણાવેલ કે, મને ફકત ચાર ફાઈલો ચાર દિવસ માટે બતાવો, જેમાં રાફેલની પણ ફાઈલ સામેલ છે. હું તેમને આજીવન જેલ મોકલી દઈશ. તેમણે ભ્રષ્ટ્રાચાર અંગે વડાપ્રધાન મોદી ઉપર આકરા પ્રહાર કરી પોતાની સરકાર છેલ્લા ૭૦ વર્ષના ઈતિહાસમાં સૌથી પ્રમાણીક સરકાર હોવાનો પણ દાવો કર્યો હતો.

કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓ અને લોકોને ભાજપ અને કોંગ્રેસ સમર્થકોનો વિશ્વાસ સાથે સામનો કરવા જણાવેલ. તેમણે મોદી ઉપર નિશાન સાધતા જણાવેલ કે દિલ્હીના લોકોની છાતી ૫૬ ઈંચ નહીં પણ ૬૦ ઈંચ ફુલેલી છે કેમ કે તે ગર્વથી ભરેલા છે.

(3:42 pm IST)