મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

મધ્યપ્રદેશના ગ્વાલીયરમાં રાહુલનો રોડ-શોઃ પ્રચંડ જનમેદનીઃ ૩૦૦ થી વધુ જગ્યાએ સ્વાગત

ગ્વાલીયર, તા.૧૬, બે દિવસીય મધ્યપ્રદેશના પ્રવાસે ગયેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઠેર-ઠેર ભારે જનસમર્થન મળી રહયું છે. ગ્વાલીયરમાં રોડ-શો દરમિયાન રસ્તાની બંને તરફ હકડેઠઠ મેદનીએ ભારે કુલ વર્ષા કરી હતી. રોડ-શો દરમિયાન લગભગ ૨.૫ લાખ લોકો  હાજર રહયાનો કોંગ્રેસે દાવો કર્યો છે. રૂટ ઉપર ૩૦૦ થી વધુ જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. રોડ-શો દરમિયાન રાહુલે એક બાળકીને તેડી લીધી હતી અને તેનુ નામ પણ પુછયું હતુ.

 ગ્વાલીયરમાં ભગવાન અચલેશ્વરનો અભિષેક કર્યા બાદ રાહુલ જયોતિરાદિત્ય સિંધીયા અને મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ સાથે ખુલ્લી જીપમાં બેઠા હતા. થોડુ આગળ ચાલતા જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આખા રોડ-શો દરમિયાન ચારેકોર કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઝીંદાબાદના સુત્રો સંભળાઇ રહયા હતા. કેટલીક જગ્યાએ લોકો સિંધીયાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની પણ માંગ કરી રહયા હતા.

 રોડ-શોમાં ફુલ વર્ષાથી રાહુલ જીપ ફુલોથી ઢંકાઇ ગઇ હતી. જગ્યાએ - જગ્યાએ બેન્ડ વાજા, ઢોલ નગારા અને પરંપરાગત પહેરવેશમાં મહિલાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતુ ઠેર-ઠેર લોકો રાહુલ સાથે હાથ મીલાવતા નજરે પડતા હતા. અઢી કલાક લાંબા રોડ-શોમાં રાહુલને ભારે જન સમર્થન મળ્યું હતુ. ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષે સભા સંબોધન કર્યું હતુ.

(3:40 pm IST)